विदेश

Blog single photo

બ્રાજીલ ના નવા આરોગ્ય મંત્રી તરીકે, ડો. માર્સેલો ની નિમણુક

16/03/2021

બ્રાજીલિયા/નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.) બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો એ ફરી એકવાર આરોગ્ય પ્રધાન બદલ્યા છે.

એડ્યુઆર્ડો પાજુએલો ની જગ્યાએ હવે આરોગ્ય મંત્રી તરીકે ડો. માર્સેલો ક્વીરોગા ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ બ્રાજીલીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના અધ્યક્ષ છે અને સ્વાસ્થ્ય સંબંધિત બાબતો ની તેમને ખૂબ જ સારી જાણકારી છે.

અગાઉ બોલ્સોનારોએ લુધમિલા હજ્જર સાથે વાત કરી હતી, જેમણે કોરોના સામેની લડતમાં ફ્રન્ટલાઈન પર કામ કર્યું હતું. તેમણે આરોગ્ય પ્રધાન બનવાની ઓફર નામંજૂર કરી હતી, ત્યારબાદ માર્સેલો ક્વિરોગાને આરોગ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. ભૂતકાળમાં પણ કોરોના સાથેના વ્યવહાર માટે હજજર એ સરકારની અનેક વાર ટીકા કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top