आर्थिक

Blog single photo

લોકો ના કોઈ પણ મત હોય, પણ શેરબજાર ને બજેટ ગમ્યું છે, ફરી એક વાર સેન્સેક્સ 50 હજાર ને પાર

02/02/2021

નવી દિલ્હી, 02 ફેબ્રુઆરી (હિ.સ.) સોમવારે પ્રસ્તુત બજેટ અંગે, દેશના તમામ વર્ગમાં વિવિધ પ્રકાર ના મત છે. પરંતુ સ્પષ્ટ થઈ ગયું છે કે, શેરબજારને બજેટ ઘણું ગમ્યુ છે.

બજેટથી ઉત્સાહિત, શેર બજારમાં તેજી નો દોર ચાલુ છે. સેન્સેક્સ ફરી એકવાર 50000 ની સપાટીને પાર કરી ગયો છે. સેન્સેક્સ 1545 અંકના વધારા સાથે, 50145 ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો છે.

ગઈકાલે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં, શેર બજારે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું અને શેરના રોકાણકારોને ડિવિડન્ડ પર રાહત આપવાનુ સ્વાગત કર્યું છે. પરિણામે સેન્સેક્સ ફરી 50 હજારની સપાટીને પાર કરી ગયો છે. લગભગ બે અઠવાડિયામાં આ બીજી વખત છે, જ્યારે સેન્સેક્સ 50 હજારના સ્તરને પાર કરી ગયો છે. નિફ્ટી 345 અંકના વધારા સાથે 14627.65 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. 

હિન્દુસ્થાન  સમાચાર / સંજીવ પાશ / હિતેશ


 
Top