विदेश

Blog single photo

બાંગ્લાદેશ : ઢાકા ની હોસ્પિટલ માં આગ લાગતા ત્રણ કોરોના દર્દીઓ ના મૃત્યુ

17/03/2021

ઢાકા/નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.) બુધવારે સવારે બાંગ્લાદેશ ની ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આગને કારણે કોરોના 3 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

આગ બાદ વેન્ટિલેટરના દર્દીઓ અન્ય બિલ્ડિંગમાં ખસેડાયા હતા. હોસ્પિટલના ડિરેક્ટર બ્રિગેડિયર જનરલ નજમૂલ હક એ જણાવ્યું હતું કે, તે દર્દીઓની હાલત નાજુક છે.

હોસ્પિટલના બીજા માળે આઈસીયુ વોર્ડમાં સવારે આઠ વાગ્યે આગ લાગી હતી. મૃતકોની ઓળખ કાઝી ગોલમ મુસ્તફા (66), અબ્દુલ્લા અલ મહમુદ (48) અને કિશોરચંદ્ર રાય (70) તરીકે થઈ છે. આગ બાદ દર્દીઓ ને સલામત સ્થળે ખસેડાયા હતા.

ફાયર વિભાગની પાંચ ગાડીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ફાયર સર્વિસના નાયબ નિયામક દેવાશીષ વર્ધનએ જણાવ્યું હતું કે,' આગના કારણોની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે, જે એક અઠવાડિયામાં પોતાનો અહેવાલ સુપરત કરશે.'

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top