विदेश

Blog single photo

ભારત વૈશ્વિક સ્તરે, વધુ કોરોના રસીની સપ્લાય કરે છે

27/03/2021

સંયુક્ત રાષ્ટ્ર, નવી દિલ્હી, 27 માર્ચ ( હિ.સ.) સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ પ્રતિનિધિ કે. નાગરાજ નાયડુએ કહ્યું છે કે, 'ભારતે તેના નાગરિકોને રસીકરણ ની સાથે, વૈશ્વિક સ્તરે પણ વધુ રસીના ડોઝ પહોંચાડયા છે.'

તેમણે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની અનૌપચારિક બેઠકમાં જણાવ્યુ હતુ કે, 'કોરોના રોગચાળો સતત ફેલાઈ રહ્યો છે, અને આને ધ્યાનમાં રાખીને, વર્ષ 2021 સકારાત્મકતા સાથે શરૂ થયુ. આ રોગને  દૂર કરવા, વૈશ્વિક સમુદાયે ઘણી રસીઓ વિકસાવી છે.'

તેમણે કહ્યું છે કે, 'હવે અમે એ વાત પર ધ્યાન આપી રહ્યા છીએ કે, બજારમાં તેની ઉપલબ્ધતા, પહોંચ, ખરીદી અને વિતરણ યોગ્ય રીતે    થાય અને, સાથે તે દરેકને મળી શકે. વૈશ્વિક સ્તરે સહકારનો અભાવ અને રસીની પહોંચમાં, અસમાનતાને લીધે, ગરીબ દેશો પર તેની સૌથી વધુ અસર થશે.'

તેમણે માહિતી આપી કે, 'ભારત આવતા છ મહિનામાં તેના 300 મિલિયન ફ્રન્ટલાઈન કર્મચારીઓને  રસી તો આપશે જ, સાથે તેણે  70 થી વધુ દેશોમાં, પણ રસી ઉપલબ્ધ કરાવી  છે.'

કોવિશેલ્ડ રસીનુ નિર્માણ, ભારતના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કરવામાં આવે છે. ઉપરાંત, કોવાવેક્સિન ભારત બાયોટેક ફાર્મા કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. આ રસીઓની ઉપલબ્ધતા, સમાન હોવી જોઈએ. વિશ્વમાં હજી પણ એવા ઘણા દેશો છે, જ્યાં તે ઉપલબ્ધ નથી.

પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે, કોરોના રસીના ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે,' શાંતિ રક્ષકો માટેની રસીનુ કન્સાઈનમેન્ટ, શનિવારે સવારે નીકળી ગયુ છે અને ટૂંક સમયમાં ડેનમાર્ક પહોંચશે.' તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકતા સાથે, આ પહેલને સમર્થન આપવા હાકલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / માધવી 


 
Top