विदेश

Blog single photo

જાપાન ના પ્રધાનમંત્રી ને કોરોના રસી નો પ્રથમ ડોઝ અપાયો, ઓલિમ્પિક પૂર્વે 126 મિલિયન લોકો ને રસી અપાશે

16/03/2021

ટોક્યો/નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.) જાપાનના વડા પ્રધાન યોશીહિદા સુગે ને, મંગળવારે કોરોના રસી આપવામાં આવી છે. તે રસી મુકાવનાર દેશ ના પ્રથમ નાગરિક બન્યા છે.

રસી મુકાવ્યા પછી સુગે એ પત્રકારોને કહ્યું કે,' તેમને દુખાવો નથી થતો. રસી મુકતા પહેલા ડોક્ટરે તેમની આંખ અને ગળાની તપાસ કરી અને પછી રસી લગાવી.' જાપાનમાં રસી માટે કરવામાં આવતા પ્રયત્નો માટે જવાબદાર મંત્રી તારો કોનો એ જણાવ્યું હતું કે, 'રસી મુકવા માટે હાલ માં આરોગ્ય કર્મચારીઓને, પ્રાથમિકતા આપવામાં આવશે.'

વડા પ્રધાન સુગે એ, આગામી 23 જુલાઇએ આવતા ટોક્યો ઓલિમ્પિક પૂર્વે દેશના 126 મિલિયન લોકો માટે નોંધપાત્ર ડોઝ આપવાની ખાતરી આપી છે. યુરોપમાં, ફાઈઝરની ફેક્ટરીઓમાં રસીનો પુરવઠો ઘટી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં તેમાં વધારો થવાની ધારણા છે. જાપાનમાં સોમવારે 290,000 થી વધુ લોકોને રસી આપવામાં આવી હતી, જે કોરોના રસી માટેની પહેલો ડોઝ છે.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top