ट्रेंडिंग

Blog single photo

મમતા બેનર્જી, મોત ના મામલે પણ તુષ્ટિકરણ ની રાજનીતિ કરે છે : અમિત શાહ

11/04/2021

કોલકાતા/ નવી દિલ્હી, 11 એપ્રિલ ( હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પાંચમા તબક્કા પહેલા, રવિવારે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના શાંતિપુરમાં એક રોડ શો યોજ્યો હતો. આ રોડ શો દરમિયાન કાર્યકરો, અને સમર્થકો એકઠા થયા હતા.

જાહેર સભામાં શાહે રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, 'મમતા મોતના મામલે  પણ તુષ્ટિકરણ અને વોટબેંકનુ રાજકારણ કરે છે. શનિવારે સીતલકુચીમાં કેન્દ્રીય દળના ફાયરિંગને કારણે, ચાર લોકોનાં મોત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ પહેલી મુલાકાત છે. સીતલકુચી કેસ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન પર સીધા દોષારોપણ કરતી વખતે, મમતાએ રાજીનામાની માંગ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન ચૂંટણીના કામમાં દખલ કરી રહ્યા છે, અને સીધા ચૂંટણી પંચ ચલાવી રહ્યા છે.'

શાહે કહ્યુ કે, 'શનિવારની આ ઘટના દુ:ખદ છે. જ્યારે સીઆઈએસએફને તેના બચાવ માટે, ગોળીબાર કરવો પડ્યો ત્યારે બૂથ ઉપર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. જેમાં ચાર લોકો માર્યા ગયા હતા.' તેમણે કહ્યુ કે,' જે રીતે આ ઘટનાનુ રાજકારણ કરવામાં આવી રહ્યુ છે. તે દુ:ખદ છે. તે જ બૂથ પર આનંદ બર્મનની હત્યા, ગુંડાઓ દ્વારા કરવામાં આવી હતી. જેથી ત્યાં કોઈ મતદાન ન થાય. આ જ બૂથ ઉપર હુમલો થયો હતો, અને સીઆઈએસએફ પર હુમલો થયો હતો.' તેમણે કહ્યુ કે, 'મમતા દીદી માત્ર ચાર જ લોકોને શ્રદ્ધાંજલિ આપે છે. મૃત્યુમાં પણ, તુષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિ કરે છે. બંગાળનુ રાજકારણ કેટલુ પતન થયુ છે. આ તેનુ ઉદાહરણ છે. રાજકારણથી આગળ કોઈ નુ પણ મૃત્યુ થવુ ન  જોઈએ. આનંદ બર્મન રાજવંશી સમાજના છે. તે વોટબેંકને અનુકૂળ ન હતા. તેથી જ મમતા બેનર્જીએ તેમને શ્રદ્ધાંજલિ આપી નથી.' શાહે કહ્યુ હતુ કે, 'મોત પર પણ રાજકારણ કરવુ,  એ મમતા બેનર્જીની ટેવ છે.'

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / હિતેશ


 
Top