ट्रेंडिंग

Blog single photo

પ્રધાનમંત્રી મોદી ની અપીલ બાદ, મહાકુંભ માં તંબુઓ ઉખડવા લાગ્યા, સાધુઓ પોતાના સ્થાનો પર જવા રવાના

18/04/2021

હરિદ્વાર/ નવી દિલ્હી, 18 એપ્રિલ ( હિ.સ.) કોરોનાએ ઉત્તરાખંડમાં પોતાનો પ્રકોપ  ચાલુ રાખ્યો છે. મહાકુંભમાં પણ કોરોનાની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. કોરોના સંક્રમણ ની સીધી અસરને લીધે, નિરંજની અને આનંદ અખાડા એ સૌ પ્રથમ કુંભની સમાપ્તિની ઘોષણા કરી હતી. આ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીને, બાકીના સ્નાન ને પ્રતીકાત્મક રીતે કરવાની અપીલ કરી. તેની અસર એ થઇ હતી કે, જુના અખાડાએ પણ કુંભને સમાપ્ત કરવાની ઘોષણા કરી. રવિવારથી જુના અખાડા ના તંબુ ઉખડવા લાગ્યા છે. 

સંતોના કુંભ વિસર્જનની ઘોષણા બાદ, અખાડાની છાવણીમાં રોકાયેલા સંતોના તંબુ ઉખડવા લાગ્યા છે. જુના અખાડાએ તેના તમામ દેવી-દેવતાઓ લીન ના વિસર્જન પણ કરી દીધા છે, અને તમામ સાધુ-સંતો પોતપોતાના ગંતવ્ય તરફ રવાના થવા કહ્યુ છે. બધા સાધુ-સંતો જુના અખાડાની છાવણીથી પોતપોતાના સ્થળો તરફ પ્રયાણ કરી રહ્યા છે. કોરોનાના ગંભીર સંક્રમણને ગંભીરતાથી લઈને,  નિરંજની અખાડા એ તેના ક્ષેત્ર વતી કુંભની સમાપ્તિની ઘોષણા કરી છે. જુના અખાડાના સાધુ-સંતોએ સવારથી જ પોતાનો સામાન બાંધવાનુ શરૂ કરી દીધુ હતુ. અડધાથી વધુ સંતો તેમના ગંતવ્ય માટે રવાના પણ થઈ ગયા છે. 

હિન્દુસ્થાન સમાચાર / રજનીકાંત શુક્લા  /  મુકુંદ / હિતેશ


 
Top