राज्य

Blog single photo

કોરોના મુક્ત કરવા ૧૫ દિવસનુ, અભિયાન નિર્ણાયક સાબિત થશે

07/05/2021


- આરોગ્ય ટીમના સહયોગથી ગામમાં તાવ, શરદી અને ઉધરસવાળા દર્દીઓને ગામના આઈસોલેશન રાખવામાં આવશે  
-જેથી પરિવાર કે અન્ય ગ્રામજનો સુધી સંક્રમણ ન ફેલાય.

અમદાવાદ, 07 મે (હિ.સ.) આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીની અધ્યક્ષતામાં બારડોલી સર્કિટ હાઉસ ખાતે ‘‘મારૂં ગામ, કોરોનામુક્ત ગામ’’ અભિયાનની કામગીરીની સમીક્ષા-માર્ગદર્શન માટે, જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, સહકારી અગ્રણીઓ અને વહીવટીતંત્ર, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, 'કોરોનાને હરાવવા રાજ્ય સરકાર, યોગ્ય દિશામાં અને સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યના તમામ ગામોમાં કોરોનાના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા રાજ્ય સરકારે “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ”  અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના ગામડાઓને સંપૂર્ણ કોરોનામુક્ત કરવા આ ૧૫ દિવસનુ અભિયાન ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.' 

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી 


 
Top