खेल

Blog single photo

આઈપીએલ : ધીમા ઓવર રેટને કારણે, ઇઓન મોર્ગન ને, 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

22/04/2021

મુંબઈ, નવી દિલ્હી, 22 એપ્રિલ ( હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 ની, 15 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે, ધીમી ગતિની ઓવરને કારણે, કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ના કેપ્ટન ઇઓન મોર્ગન ને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આઈપીએલ દ્વારા બહાર પાડેલ એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યુ છે કે, "કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન ઇઓન મોર્ગનને, 21 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન, ધીમી ગતિની ઓવર ફેકવા માટે, દંડ ફટકારવામાં આવ્યો છે. કારણ કે તે તેની ટીમનો પ્રથમ ગુનો હતો. આઈપીએલની આચારસંહિતા હેઠળ, લઘુતમ ઓવર-રેટ ગુના સંબંધિત  તેથી, મોર્ગનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. "

આપને જણાવી દઈએ કે, બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં સીએસકેએ, કેકેઆરને 18 રનથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, સીએસકેએ પ્રથમ બેટિંગ કરતા,  ફાફ ડુપ્લેસી (અણનમ 95) અને રીતુરાજ ગાયકવાડ (64) ના દાવ પર 220 રન બનાવ્યા હતા. જેના જવાબમાં, કેકેઆર ની શરૂઆત ખરાબ રીતે શરૂ થઈ હતી, અને 31 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. જોકે આ પછી, આન્દ્રે રસેલે (22 બોલમાં 54), દિનેશ કાર્તિક (24 બોલમાં 40) અને પેટ કમિન્સ (34 બોલમાં અણનમ 66) રન બનાવી અને ટીમનો સ્કોર 200 પર પહોંચ્યો હતો. પરંતુ છેલ્લી મેચમાં બચાવવામાં નિષ્ફળ ગયેલ,  કેકેઆરની ટીમ 202 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 

દીપક ચહર ચેન્નઈનો સફળ બોલર રહ્યો હતો, અને તેણે સર્વાધિક ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે લુંગી એંગિડીએ, પણ ત્રણ વિકેટ લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top