मनोरंजन

Blog single photo

રામ ગોપાલ વર્મા, ટૂંક સમય માં જ તેમની નવી ફિલ્મ ડી કંપની રજુ કરશે

23/02/2021

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરી, (હિ.સ.)    ભારતીય ફિલ્મ ઉદ્યોગને ઘણી ફિલ્મો આપનાર નિર્દેશક રામ ગોપાલ વર્મા, ટૂંક સમયમાં પોતાની નવી ફિલ્મ 'ડી કંપની' સાથે દર્શકોની સામે આવશે. આ ફિલ્મમાં તે ફરી એકવાર મુંબઈના ગુંડાઓની કહાની બતાવશે. આ પહેલા પણ રામ ગોપાલ વર્મા તેની ઘણી ફિલ્મોમાં મુંબઇ ના ગેંગસ્ટર ની કહાની બતાવી ચૂક્યા છે. ફરી એકવાર, તે પ્રેક્ષકો માટે આવી એક રસપ્રદ કહાની લાવી રહ્યા છે.

રામ ગોપાલ વર્મા તેની આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ 'ડી કંપની' થી અભિનેતા અશ્વત કંઠ ને બોલીવુડના નવા દાઉદ ઇબ્રાહિમ અને શબ્બીર ઇબ્રાહિમ કાસકર તરીકે તેમના ભાઈ રૂદ્ર કંઠ ને લોન્ચ કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે અશ્વતે કહ્યું, આ ફિલ્મ તેમના જીવનને વિગતવાર રીતે સ્પર્શે છે. રુદ્ર એ જણાવ્યું હતું કે, આ ફિલ્મ ડી કંપની માં, દાઉદ અને શબીર નું બોન્ડીંગ અને તેમની યાત્રા બતાવવામાં આવશે.

પ્રથમ વખત રીયલ ભાઈઓની ભૂમિકા નિભાવવા માટે આરજીવી એ ફિલ્મ ઉદ્યોગમાં રીયલ ભાઈઓને જોડીને એક પ્રકાર નું કાસ્ટિંગ કૂપ બનાવ્યું છે. ભારતીય સિલ્વર પડદા પર પદાર્પણ કરવા પર, વાસ્તવિક ભાઈઓ વચ્ચેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા માટે એક અલગ ઉત્સાહ જોવા મળશે.

ફિલ્મના નિર્દેશક રામ ગોપાલ વર્મા કહે છે કે, હું જાતે જ અન્ડરવર્લ્ડના વિષય પર વિવિધ પ્રોજેક્ટ્સ બનાવવામાં સામેલ થયો છું, પરંતુ ડી કંપની બનાવવા માટે જે સંશોધન થયું છે તે અજોડ છે. સૌથી મોટી પડકાર ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેના ભાઈ શબ્બીર ઇબ્રાહિમ કાસકરની મુખ્ય જોડીની ભૂમિકા નિભાવવાની સૌથી આદર્શ કાસ્ટિંગની ઓળખ હતી.

લીડ જોડી કાસ્ટિંગને ઓળખવા અને ટૂંકા સૂચિબદ્ધ કરવાની પ્રક્રિયા દરમિયાન, મેં એડિશન ટેપ્સ મેથડ એક્ટિંગ ની પદ્ધતિ અપનાવી. આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે મારી ટીમ અને મેં અશ્વત અને તેના અસલી ભાઈ રૂદ્ર ની જોડી સાથે તોફાન સર્જ્યું છે.

અશ્વથ કંઠ સતત પોતાની અભિનયમાં સુધારો લાવવા સખત મહેનત કરી રહ્યો છે. તેણે એક પછી એક પ્રદર્શન કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. દલીલપૂર્વક રામ ગોપાલ વર્માની ફિલ્મ હિન્દી ફિલ્મ્સ અને મનોરંજનના વ્યવસાયમાં અશ્વત અને રૂદ્ર ની કારકિર્દી માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. ડિરેક્ટર રામ ગોપાલ વર્માએ ડી કંપનીની રજૂઆત પૂર્વે એક મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે, તેમની સફળતા નું શ્રેય, ડોન દાઉદ ઇબ્રાહિમ છે. જ્યારે રામ ગોપાલ વર્માને પૂછવામાં આવ્યું કે ડી કંપની કેટલી સત્યની નજીક છે? તો તેણે કહ્યું, 'ડી કંપનીની સ્ટોરી મેં અંદરની માહિતીના આધારે બનાવી છે. મારી 2002 ની ફિલ્મ દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજનની લડાઈ પર આધારિત હતી અને આ વખતે હું આવી જ એક સાચી વાર્તા લઈને આવી રહ્યો છું. ”આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રજૂ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર /સુરભી સિન્હા /વીરેન્દ્ર સિંહ /માધવી 


 
Top