खेल

Blog single photo

કેનેડા અને યુએસએ વચ્ચે 26 જુલાઈથી યોજાનારી વાર્ષિક ક્રિકેટ સ્પર્ધા ઓટી કપ

10/03/2021

કેલિફોર્નિયા, નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.) ક્રિકેટ કેનેડા અને યુએસએ ક્રિકેટે આ વર્ષે જુલાઈમાં વાર્ષિક ટૂર્નામેન્ટ ઓટી કપ પરત ફરવાની જાહેરાત કરી છે. 26 જુલાઈથી 30 જુલાઇ સુધી રમાનારી,  50 ઓવરની શ્રેણીમાં કેનેડા યુએસએનુ આયોજન હશે.

યુએસએ ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "કેનેડામાં આરોગ્ય અધિકારી દ્વારા સ્થળની જાહેરાત પછીથી, 26 થી 30 જુલાઇ દરમિયાન ઓટી કપ યોજાશે. સ્થાન ની જાહેરાત બાદમાં કરવામાં આવશે, જે 17 થી 23 જુલાઇ, 2021 માં કેનેડા યજમાન પદ હેઠળ રમાશે.

સહુથી લાંબ સમય સુધી ચાલનારી ઓટી કપ ટ્રોફી એ, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે રમાયેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી છે. જેનું આયોજન વૈકલ્પિક ક્રિકેટ કેનેડા અને યુએસએ ક્રિકેટ દ્વારા કરવામાં આવે છે. 17 વર્ષના વિરામ પછી, ઓટી કપ 2011 માં પાછો ફર્યો અને વિવિધ બંધારણોમાં રમાય છે. 

 ઓટી કપ શ્રેણી, બંને દેશો સાથે 50 ઓવરના બંધારણમાં કેનેડા અને યુએસએ માટે આદર્શ તૈયારી તરીકે કામ કરશે. કેનેડા તેની આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ચેલેન્જ લીગ શ્રેણીની તૈયારી, ઓગસ્ટ 2021 માં કરી રહ્યુ છે. જ્યારે યુએસએ તે જ મહિનામાં તેની આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ લીગ 2 શ્રેણીની તૈયારી કરી રહ્યુ છે.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top