मनोरंजन

Blog single photo

રાજ કપૂરના નાના દીકરા એ પણ આ દુનિયામાં થી વિદાઈ લીધી

09/02/2021

નવી દિલ્હી, 09 ફેબ્રુઆરી ( હિ.સ.) ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' માં મુખ્ય ભૂમિકા ભજવનાર રાજ કપૂરના નાના દીકરા અભિનેતા રાજીવ કપૂરનું હાર્ટ એટેકથી નિધન થયું છે.તેમના મૃત્યુ સાથે મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ફિલ્મ અભિનેતા તુષાર કપૂરે પણ સોશિયલ મીડિયા દ્વારા પીઢ અભિનેતા રાજીવ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 

રાજીવ કપૂર દિવંગત અભિનેતા રાજ કપૂરનો પુત્ર અને ઋષિ કપૂર અને રણધીર કપૂરનો નાનો ભાઈ છે. 25 ઓગસ્ટ 1962 ના રોજ જન્મેલા રાજીવ કપૂરે, 1983 માં આવેલી ફિલ્મ 'એક જાન હૈ હમ' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 1985 માં આવેલી ફિલ્મ 'રામ તેરી ગંગા મેલી'માં રાજીવને બોલિવૂડમાં એક અલગ અને વિશેષ ઓળખ મળી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સુપરહિટ રહી હતી. રાજીવે ઘણી ફિલ્મોમાં આકાશ, મેરા સાથી, લાવા, લવ બોય, લવ સ્ટોરી વગેરે સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતુ. આ સાથે તેમણે 1999 ની ફિલ્મ 'આ અબ લૌટ ચલે', 1991 માં આવેલી ફિલ્મ 'હીના' અને 1996 માં આવેલી ફિલ્મ 'પ્રેમગ્રંથ' પણ બનાવી  હતી. તેણે 'પ્રેમગ્રંથ' ફિલ્મનુ નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું હતુ. તે ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ પસંદ આવી હતી. રાજીવ કપૂરના નિધનથી મનોરંજન જગતમાં શોકનુ મોજું ફરી વળ્યુ છે. તેમનુ મૃત્યુ મનોરંજન જગતને એક અકલ્પનીય નુકસાન છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top