ट्रेंडिंग

Blog single photo

બંગાળમાં વડા પ્રધાન- ગાંધીજીએ અહીં ખાદી આશ્રમ ખોલ્યો, ટીએમસી એ તેના પર પણ કબજો કર્યો

12/04/2021

કોલકાતા, નવી દિલ્હી, 12 એપ્રિલ ( હિ.સ.) 17 એપ્રિલના રોજ પાંચમા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે, સોમવારે પશ્ચિમ બંગાળ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, મમતા બેનર્જી ને નિશાન તાકી પ્રહારો કર્યો હતા. બર્દવાન અને નદિયા ના કલ્યાણી ખાતે, બે જાહેર સભાઓને સંબોધન કર્યા પછી, મોદીએ ઉત્તર 24 પરગણાના બારાસાત ખાતે છેલ્લી જાહેર સભાને સંબોધન કર્યું હતુ. અહીં તેમણે કહ્યુ હતુ કે, 'મહાત્મા ગાંધીએ પશ્ચિમ બંગાળમાં ખાદી આશ્રમ ખોલ્યો હતો, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ તેના પર કબજો કરી લીધો હતો.' 

પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો કે, " બંગાળના દરેક ખૂણામાંથી અવાજ આવી રહ્યો છે કે, ભાજપ 2 મેના રોજ આવી રહ્યો છે, અને દીદી જઇ રહી છે." વડા પ્રધાને કહ્યુ કે, "દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા જૂટ થી બનેલ બોરીઓ, કેરી બેગ આવી ઘણી ચીજોની માંગમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. પરંતુ પશ્ચિમ બંગાળનો જુટ ઉદ્યોગ, જૂટ કૃષક  સંકટમાં છે. ડબલ એન્જિન ની બીજેપીની સરકાર, આ સ્થિતિ પણ બદલશે. દીદીની નીતિઓથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે, અને હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને બરબાદ કરી દીધી છે. ગાંધીજીએ ખાદી આશ્રમ અહીં ખોલ્યો - ટીએમસી ના લોકોએ, ખાદીને પ્રોત્સાહિત કરવાને બદલે, તેને કબ્જે કરી લીધો. " 

પીએમએ કહ્યુ, "બંગાળની ભાજપ સરકારમાં, કોઈ પણ ભેદભાવ વિના પીડિતોને રાહત આપવાનુ કામ ઝડપી કરવામાં આવશે. પીએમ આવાસ યોજના હેઠળ, દરેક ઘરવિહોણાને એક પાકું મકાન મળશે, આ કામ ઝડપી કરવામાં આવશે." ઘરની સાથે વીજળી, પાણી, ગેસ  જોડાણ આપવામાં આવશે. બારાસાતને, ઉત્તર 24 પરગણાને 'ચાલ (ચોખા) ચોર' ગેંગનો અનુભવ છે. કેન્દ્રએ મફત ચોખા અને ચણા  કોરોના રાહત માટે મોકલ્યા હતા, પણ દીદી ના લોકો દ્વારા તેને લૂંટી લેવામાં આવ્યા. અંફાન રાહત માટે ચોખા મોકલ્યા, પૈસા મોકલ્યા, દીદીના લોકોએ લૂંટ ચલાવી. ગરીબોની સુનવાઈ, વૃદ્ધને દવા અને યુવકોને કમાઈ  ફક્ત ભાજપની ડબલ એન્જિન સરકાર અપાવી શકે છે. તેથી આજે આખુ બંગાળ કહે છે કે - બંગાળમાં ભાજપ સરકાર ! બંગાળ એ મહત્વાકાંક્ષી બંગાળ છે. 21 ની સદીનુ બંગાળ સુશાસન ઇચ્છે છે. 2021 નો બંગાળ આશોલ પોરીબરતન  ઇચ્છે છે. અહીં નો ગરીબ, અહીંનો મધ્યમ વર્ગ શાંતિ ઇચ્છે છે, સ્થિરતા ઇચ્છે છે. " 

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / સુનીત / માધવી 


 
Top