आर्थिक

Blog single photo

લગાતાર 14 માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલ ના ભાવો સ્થિર

13/04/2021

નવી દિલ્હી,13 એપ્રિલ (હિ.સ.). જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. સતત 14 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મંગળવારે રાજધાનીમાં પેટ્રોલ 90.56 રૂપિયા અને ડીઝલ 80.87 રૂપિયા પ્રતિ લિટર પર રહ્યું છે.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશ ના અન્ય ત્રણ મહાનગરો મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈ માં પેટ્રોલના ભાવ અનુક્રમે 96.98 રૂપિયા, 90.77 રૂપિયા અને 92.58 રૂપિયા પ્રતિ લીટર રહ્યા છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ પણ અનુક્રમે 87.96 રૂપિયા, 83.75 રૂપિયા અને 85.88 રૂપિયા પ્રતિ લીટર રહ્યા છે.

નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય બજાર સિંગાપોરમાં કારોબાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 0.01 ડોલર વધી 63.29 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ 0.05 ડોલર વધીને 59.75 ડોલર પ્રતિ બેરલ રહ્યા હતા. નોંધનીય છે કે હાલમાં દેશના લગભગ દરેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એકંદરે ઉચ્ચતમ દરે ચાલી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર /માધવી 


 
Top