राज्य

Blog single photo

સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો : 1209 કોરોના ગ્રસ્ત, 12ના મોત

07/05/2021

સુરત, 7 મે ( હિ.સ.) સમગ્ર દેશમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4.14 લાખ કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે 36 લાખને પાર પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે.જોકે, છેલ્લા 4-5 દિવસથી સુરતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 1209 કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. જેમાં સુરત શહેરના 903 દર્દીઓ અને જિલ્લામાં 306 દર્દીઓનો સમાવેશ થાય છે.સુરત શહેરમાં નોંધાયેલા નવા 1209 દર્દીઓ સાથે શહેરનો કુલ આંક 99367 પર પહોંચ્યો છે.જયારે, જિલ્લામાં નોંધાયેલા નવા નોંધાયેલા 306 દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 27129 પર પહોંચ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,26,496 પર પહોંચી છે.
 છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 8 દર્દીઓના મોત થતા શહેરમાં મૃતકોનો કુલ આંક 1487 પર પહોંચ્યો છે.જયારે, છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 4 દર્દીઓના મોત થવાથી જિલ્લામાં મૃતકોનો કુલ આંક 372 પર પહોંચ્યો છે. આથી, સુરત શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંકડો હવે 1859 પર પહોંચ્યો છે.સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 1670 અને જિલ્લામાં 365 દર્દીઓ મળીને કુલ 2035 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 85748 અને જિલ્લામાં કુલ 23327 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.જેથી, અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંકડો હવે 1,09,075 પર પહોંચ્યો છે.સુરત શહેર-જિલ્લામાં હાલ 15562 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.જોકે, સુરત શહેર-જિલ્લામાં હાલ જે રીતે કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઘટી રહી છે તે ટેસ્ટિંગ ઓછું કરવાના કારણે છે કે ખરેખર સ્થિતિ સુધરી રહી છે તે તો આગામી સમયમાં સ્પષ્ટ થશે.
હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી 


 
Top