विदेश

Blog single photo

બાંગ્લાદેશ ના વડાપ્રધાન શેખ હસીના ની હત્યા નુ કાવતરું કરનાર, 14 આતંકીઓ ને મોત ની સજા

23/03/2021

ઢાકા/નવી દિલ્હી, 23 માર્ચ (હિ.સ.) ઢાકા ની એક અદાલતે બે દાયકા પહેલા વડા પ્રધાન શેખ હસીનાની હત્યાનું કાવતરું બદલ 14 આતંકીઓને મોતની સજા સંભળાવી હતી. આ આરોપીઓ પર આરોપ છે કે તેઓએ 2000 માં ગોપાલગંજના કોટાલીપરા માં વડા પ્રધાનની હત્યા કરવા માટે બે 76-76 કિલો બોમ્બ પ્લાન કર્યા હતા. ઢાકા સ્પીડી ટર્મિનલના ન્યાયાધીશ અબુ જાફર મોહમ્મદ કમુરુઝમ્મને મંગળવારે સજા જાહેર કરી.

ફાંસીની સજા કરનારાઓમાં મફીજુર રહેમાન, મહમૂદ અઝહર, વદુદ શેખ ઉર્ફે ગાજી ખાન, રાશેદુજમાન, અઝીજુલ હક, લોકમાન, તારીક, યુસુફ ઉર્ફે મોશાબ મોરોલ, મોશાબ હસન ઉર્ફે રાશુ, શેખ મોહમ્મદ ઇનામુલ હક, સરવર હોસીન, અનીસુલ ઇસ્લામ, રફીકુલ ઇસ્લામ ખાન અને અમીરુલ ઇસ્લામ નો સમાવેશ થાય છે. સજા સંભળાવતા સમયે તમામ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ સાથે આસપાસના વિસ્તારોમાં પણ સુરક્ષા વધારવામાં આવી હતી.

2000 માં, પોલીસને કોટાલીપરા સ્થિત શાળામાં 76-76 કિલોગ્રામ ના બે બોમ્બ મળી આવ્યા હતા, જ્યાં વડા પ્રધાન ચૂંટણી સભાને સંબોધિત કરવા જઇ રહ્યા હતા. બોમ્બ મળી આવ્યા બાદ ત્રણ કેસ નોંધાયા હતા, પ્રથમ હત્યાની કોશિશ, વડા પ્રધાનની હત્યાનું કાવતરું, રાજદ્રોહ અને વિસ્ફોટકનો ઉપયોગ. આ જ આરોપમાં તેને આજે સજા ફટકારવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top