राज्य

Blog single photo

વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટર

07/05/2021

-ગૌ શાળામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આયુર્વેદ અને એલોપેથી દવાઓના માધ્યમથી ઉપચાર કરવામાં આવશે
-દર્દીઓને ગોબર, ગૌમુત્રના ખાતરથી ઉગાડેલું અનાજ અને મસાલાઓથી નિર્મિત ભોજન પ્રસાદ આપવામાં આવશે
-આયુર્વેદ અને એલોપેથી દવાઓના માધ્યમથી ઉપચાર કરવામાં આવશે.

બનાસકાંઠા, અમદાવાદ, 07 મે (હિ.સ.) બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં અનોખુ વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ આઇસોલેશન સેન્ટર ખોલવામાં આવ્યુ છે. રાજ્યમાં કોરોના કહેર વધ્યો છે તે વચ્ચે, ગ્રામીણ વિસ્તારોમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સારવાર મળી રહે તે માટે ગૌશાળાના સંચાલકો સામે આવ્યા છે. 

જેમાં ગૌ શાળામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આયુર્વેદ અને એલોપેથી દવાઓના માધ્યમથી ઉપચાર કરવામાં આવશે. વેદલક્ષણા ગૌથી પ્રાપ્ત થયેલ, પંચગવ્ય જેમાં ગૌમુત્ર, ઘી, દૂધ તથા દહીં સાથે અનેક આયુર્વેદિક ઔષધીથી તૈયાર કરવામાં આવેલુ પંચગવ્યામૃત ઔષધીઓ દ્વારા સારવાર આપવામાં આવશે. જ્યારે દર્દીઓને ગોબર, ગૌમુત્રના ખાતરથી ઉગાડેલું અનાજ અને મસાલાઓથી નિર્મિત ભોજનનો  પ્રસાદ આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી 


 
Top