भारत

Blog single photo

દેશ માં બે દિવસ માં 2.45 કરોડ યુવાનો એ વેક્સીન મુકાવવા નોંધણી કરાવી

30/04/2021

નવી દિલ્હી, 30 એપ્રિલ (હિ.સ.). 18 વર્ષથી ઉપરના લોકો નું રસીકરણ 1 મે થી એટલે કે શનિવારથી શરૂ થવાનું છે. જેને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 28 એપ્રિલથી, કુલ 2.45 કરોડ યુવાનોએ રસીકરણ નોંધાવવા નોંધણી કરાવી છે. દરરોજ એક કરોડથી વધુ યુવાનો નોંધણી કરાવી રહ્યા છે. 28 એપ્રિલના રોજ, 1.37 કરોડ યુવાનોએ કોવિન અને અન્ય પ્લેટફોર્મ પર નોંધણી કરાવી હતી. તે જ સમયે, 29 એપ્રિલે 1.04 કરોડ લોકોએ નોંધણી કરાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી /માધવી 


 
Top