मनोरंजन

Blog single photo

અભિષેક બચ્ચન ની 'ધ બિગ બુલ' જોઈને, અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા...

16/04/2021

નવી દિલ્હી, 16 એપ્રિલ ( હિ.સ.) તાજેતરમાં જ અભિષેક બચ્ચનની ફિલ્મ 'ધ બિગ બુલ' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા બ્રોકર, હર્ષદ મહેતાના જીવન પર કેન્દ્રિત છે. 'ધ બિગ બુલ'માં અભિષેકે, શેર બઝાર ના વેપારી હેમંત શાહની ભૂમિકામાં છે. આ વર્ષે 8 મી એપ્રિલે, ડિઝની પ્લસ -હોટસ્ટાર પર પ્રસારિત થયેલી આ ફિલ્મમાં, અભિષેકના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. પુત્રની આ ફિલ્મ જોઇને અભિષેક બચ્ચનના પિતા અને બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, ખૂબ ભાવુક થઈ ગયા હતા. તેમણે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને, અભિષેકના પિતા હોવાનો ગર્વ વ્યક્ત કર્યો છે. અમિતાભ બચ્ચને તેની નવી ઇન્સ્ટા પોસ્ટમાં અભિષેક બચ્ચનની ફિલ્મ 'ધ બિગ બુલ'ના ટ્રેલરનો સ્ક્રીન શોટ શેર કરતાં લખ્યુ છે - "ખૂબ સરસ મોટા, ... પિતા હોવાનો ગર્વ." 

અમિતાભ બચ્ચનની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ ગમી રહી  છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને જાણીતી એવી  પિતા-પુત્રની જોડી છે. તેઓએ સરકાર, સરકાર રાજ, બંટી ઓર બબલી, સહિતની ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન જલ્દી ઘણી ફિલ્મો માં જોવા મળશે. જેમાં ચહેરે, ઝુંડ, બ્રહ્માસ્ત્ર, બટરફ્લાય, ગુડબાય, મેડે સહિતની ઘણી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળશે. અભિષેક બચ્ચનની આગામી ફિલ્મોમાં બોબ બિસ્વાસ અને દસવી  શામેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top