भारत

Blog single photo

કેન્દ્ર સરકારે કોરોના રસી ના કુલ 17.56 કરોડ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ને વિનામૂલ્યે મોકલ્યા

09/05/2021

નવી દિલ્હી, 09 મે (હિ.સ.) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર રસીકરણ ઝડપી બનાવવા માટે સરકારે રસીના કુલ 17.56 કરોડ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે મોકલ્યા છે. તેમાંથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ 16.83 કરોડ રસી ડોઝ આપ્યા છે. બાકીના 72 લાખ ડોઝ હજી પણ રાજ્યો પાસે છે.

સરકારના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસમાં 46.61 લાખ રસી ડોઝ રાજ્યોને આપવામાં આવશે. અહી જણાવી દઈએ કે દેશમાં રસીકરણનો ત્રીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે, જેમાં 18-44 વર્ષના લોકો પણ રસીકરણ કરાવી રહ્યા છે. આ માટે લોકો કોવિન એપ અથવા આરોગ્ય એપ્લિકેશન પર નોંધણી કરાવી શકે છે. નોંધણી પ્રક્રિયા 28 એપ્રિલથી શરૂ થઈ છે.

 હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / હિતેશ 


 
Top