खेल

Blog single photo

મુંબઈ ઇન્ડિયન્સ ના વિકેટકીપિંગ સલાહકાર કિરણ મોરે પણ કોરોના સંક્રમિત

06/04/2021

મુંબઇ, નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.) ભારતના પૂર્વ વિકેટકીપર અને મુંબઇ ઇન્ડિયન્સના ટેલેન્ટ સ્કાઉટ કિરણ મોરે, કોરોનાથી સંક્રમિત થયા છે. મંગળવારે આઇપીએલ ફ્રેન્ચાઇઝીએ ઉપરોક્ત માહિતી આપી હતી. 58 વર્ષીય મોરે, પાંચ વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ના વિકેટકિપિંગ સલાહકાર પણ છે.

મુંબઈ ઈન્ડિયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મોરે માં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી અને હાલમાં તે એકાંતવાસ માં મુકાયા છે. મુંબઈ ઈન્ડિયન્સ અને કિરણ મોરે બીસીસીઆઈની તમામ આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કર્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની મેડિકલ ટીમ મોરેના સ્વાસ્થ્ય પર નજર રાખે છે. અને બીસીસીઆઈ પ્રોટોકોલને અનુસરવા નું ચાલુ રખાશે. "

જણાવી દઈએ કે મોરે પહેલા દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ના ઓપનર દેવદત્ત પડિકલને પણ કોરોના ચેપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કોરોનામાં સૌથી વધુ કેસ છે.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top