खेल

Blog single photo

ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિંટન- અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડી, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યાં ....

25/03/2021

ઓર્લિયન્સ, નવી દિલ્હી, 25 માર્ચ ( હિ.સ.) ભારતીય મહિલા ડબલ્સની જોડી અશ્વિની પોનાપ્પા અને એન સિક્કી રેડ્ડી એ, અહીં ચાલી રહેલ ઓર્લિયન્સ માસ્ટર્સ બેડમિંટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો  છે. અશ્વિની અને સિક્કીને બીજા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાની ફેબેરિયાના કુસુમા અને અમાલિયા પ્રાતીવી સામે, બાય મળી હતી, ત્યારબાદ તેઓએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી હતી. 

અશ્વિની અને સિક્કીએ બુધવારે, બીજા રાઉન્ડમાં ડેનમાર્કની ઇમેલી મગેલુંડ અને ફ્રેજા રાવન ને 21-9, 17-21, 21-19 થી હરાવી પોતાની જગ્યા બનાવી હતી. વર્લ્ડ બેડમિંટન ફેડરેશન (બીડબ્લ્યુએફ) એ અહેવાલ આપ્યો છે કે, એક ખેલાડીને કોરોનાથી ચેપ લાગ્યો હતો, ત્યારબાદ ઇન્ડોનેશિયાની મહિલા ડબલ્સ જોડી હટી ગઈ હતી.

 "ખેલાડીને હોટલના ઓરડામાં ક્વોરેન્ટાઇનમાં  રહેવાનુ કહેવામાં આવ્યુ છે. તેણી તેના ડબલ્સ ખેલાડીની , ખૂબ નજીક હતી, ત્યારબાદ તેના સાથીને પણ એક અલગ ઓરડામાં  ક્વોરેન્ટાઇનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે." જોકે બીડબ્લ્યુએફએ ડબલ્સ જોડીનુ નામ જાહેર કર્યું નથી, પરંતુ કુસુમા અને પ્રાતવી એક માત્ર ઇન્ડોનેશિયાના ખેલાડીઓ છે, જે પોતાનો બીજો રાઉન્ડ રમી શક્યા નથી. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top