मनोरंजन

Blog single photo

22 વર્ષ બાદ અજય દેવગણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં કામ કરશે.

27/02/2021

નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સંજય લીલા ભણસાલી આજકાલ તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે જ અજય દેવગનની પણ આ ફિલ્મમાં એંટ્રી થઇ ગઈ છે, અને તે આજથી આ ફિલ્મનુ શૂટિંગ શરૂ કરશે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે આ સમાચારની સોશ્યલ મીડિયા પર આ માહિતી ટ્વીટ કરી પુષ્ટિ કરી છે. 

અજય દેવગણે 22 વર્ષ બાદ સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માં કામ કરવા માટે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગણની ભૂમિકા વિષે વધુ માહિતી હજી બહાર આવી નથી, પરંતુ એવુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે કે, અજય દેવગન આ ફિલ્મમાં કરીમ લાલાની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' પહેલાં, અજય દેવગણે 1999 માં રિલીઝ થયેલી ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'માં સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું હતુ.

ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે, અને તે આ ફિલ્મમાં માફિયા ક્વીન બની છે. આ ફિલ્મ હુસેન ઝૈદીના પુસ્તક, મુંબઈના માફિયા ક્વીન્સના પ્રકરણ પર આધારિત છે. સંજય લીલા ભણસાલી સાથે આલિયા ભટ્ટની આ પહેલી ફિલ્મ છે. આલિયા ભટ્ટ પણ પ્રથમ વખત અજય દેવગન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. સંજય લીલા ભણસાલી અને જયંતિલાલ ગોયલ દ્વારા નિર્માણિત આ ફિલ્મ, આ વર્ષે 30 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુરભી સિંહા / માધવી 


 
Top