ट्रेंडिंग

Blog single photo

ગૃહમંત્રી અમિત શાહ એ, દેશ માં 551 ઓક્સીજન પ્લાન્ટ સ્થાપવાના નિર્ણય ને આવકાર્યો

25/04/2021

નવી દિલ્હી, 25 એપ્રિલ ( હિ.સ.) કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, દેશમાં 551 પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવાના, પીએમ કેર ફંડના નિર્ણયને આવકારતા કહ્યુ કે," ઓક્સિજન સંકટને કાબૂમાં લેવા માટેનો, આ મોટો નિર્ણય છે."

શાહે રવિવારે વડા પ્રધાન કાર્યાલયના નિર્ણય ને આવકારતા  ટ્વીટ કરતા કહ્યુ કે, " ઓક્સિજન સંકટને કાબૂમાં લેવા અને જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા માટે, આ મોટો નિર્ણય છે." હું પીએમ કેર દ્વારા દેશભરમાં, જાહેર આરોગ્ય સુવિધાઓ માટે, 551 પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવા માટે, ભંડોળ ફાળવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનુ છું. "

હિન્દુસ્થાન સમાચાર / અજિત / હિતેશ


 
Top