भारत

Blog single photo

18 વર્ષ થી ઉપર ના તમામ લોકો રસીકરણ માટે, 28 એપ્રિલ થી કોવીન પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે

22/04/2021

નવી દિલ્હી, 22 એપ્રિલ ( હિ.સ.) કોરોના થી બચાવ  માટે, ત્રીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ, 1 મેથી શરૂ થવા જઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, આરોગ્ય મંત્રાલએ કહ્યુ છે કે, ' 28 એપ્રિલથી, કોવિન પ્લેટફોર્મ અને આરોગ્ય સેતુ પર નોંધણી કરાવી શકશે. આ તબક્કામાં, 18 વર્ષથી ઉપરના બધા લોકો, કોરોના થી બચાવ માટે રસી મુકાવી શકશે.'

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો આ અંગે અફવાઓ ફેલાવી રહ્યા છે કે, રસી અપાવવા માટે 24 એપ્રિલથી નોંધણી કરાવી લેવાની રહેશે, આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે. 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકો, 28 એપ્રિલથી કોવિન પ્લેટફોર્મ પર પોતાની નોંધણી કરાવી શકશે. તમે નોંધણી પ્રક્રિયા, પ્રથમ તબક્કાની  જેમ જ  તરીકે કરાવી  શકશે. 


 હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / હિતેશ


 
Top