विदेश

Blog single photo

ચીન ના નગ્કુ શહેર માં, 6.1 ની તીવ્રતા નો ભૂકંપ

19/03/2021

બીજિંગ/નવી દિલ્હી, 19 માર્ચ (હિ.સ.) શુક્રવારે ચીનમાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. ચીન ના ધરતીકંપ નેટવર્ક સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

સ્થાનિક સમય મુજબ બપોરના 2.11 કલાકે નગ્કુ શહેરના સ્વાયત ક્ષેત્રમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર 31.94 ડિગ્રી અક્ષાંશ અને 92.74 ડિગ્રી રેખાંશ પર હતું.

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / હિતેશ 


 
Top