राज्य

Blog single photo

અરવલ્લી જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓ માટે રાહતના સમાચાર...

09/05/2021

મોડાસા, અમદાવાદ, 09 મે (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવેલા કોવિડ - ૧૯ સેન્ટર પર દર્દીઓ માટે ઓકસીજન સપ્લાય માટેની લાઇન નાખેલ હતી, પરંતુ ઓક્સિજનની બોટલના અભાવે જરૂરિયાત વાળા દર્દીઓને ઓક્સિજન આપી શકાતો ન હતો, જેના કારણે ઘણા ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં ખસેડવા પડતા હતા અને ઘણા દર્દીઓને સમયસર ઓક્સિજન ન મળતાં તેઓના મોત નીપજ્યા છે.

ત્યારે મોડે મોડે પણ તંત્ર દ્વારા ઇસરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા કોવિડ -૧૯ સેન્ટર પર ઓક્સિજનની બાર બોટલ ફાળવવામાં આવતાં ઇસરી તેમજ ઇસરીને અડીને આવેલા શામળાજી વિસ્તારના કોરોના દર્દીઓ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે....

હિન્દુસ્થાન  સમાચાર / મહેન્દ્રપ્રસાદ 


 
Top