खेल

Blog single photo

મુંબઇની ટીમનો ભાગ બનવા પર ખૂબ જ ઉત્સાહિત : અર્જુન તેંડુલકર

19/02/2021

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી (હિ.સ.)    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને જાણીતા બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે કહ્યુ છે કે, 'તે નાનપણથી જ 'મુંબઈ ઈન્ડિયન્સનો' મોટો પ્રશંસક છે, અને આ ક્લબમાં જોડાવા માટે ઉત્સાહિત છે.' 

મુંબઈ ઈન્ડિયન્સના ટ્વિટર હેન્ડલ પર શેર કરેલા આ વીડિયોમાં અર્જુને કહ્યુ, "હું નાનપણથી જ મુંબઈ ઈન્ડિયન્સનો મોટો ચાહક છું. આના પછી મારા પર વિશ્વાસ વ્યક્ત કરવા માટે હું કોચ, ટીમ માલિકો અને સપોર્ટ સ્ટાફનો આભાર માનુ છું. " 

ડાબા હાથના આ ઝડપી બોલરે વધુમાં કહ્યુ કે, "હું મુંબઈ પલ્ટન ટીમનો ભાગ બનીને, ખૂબ જ ઉત્સાહિત છું અને વાદળી ગોલ્ડ જર્સી પહેરવાની રાહ જોઈ રહ્યો છું." 

આઈપીએલ 2021 ની હરાજીમાં મુંબઇના અર્જુનને તેની 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે. અર્જુને 14 ફેબ્રુઆરીએ, મુંબઇમાં 73 મી પોલીસ ઇન્વિટેશનલ શીલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટની ગ્રુપ એ મેચમાં, 31 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા અને 41 રનમાં ત્રણ વિકેટ પણ લીધી હતી. 

તેણે સ્પિન બોલર હાશીર દફેદારની, એક જ ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી. 21 વર્ષીય અર્જુને તેની શાનદાર ઇનિંગ્સ દરમિયાન પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા ફટકાર્યા હતા. અર્જુનના શાનદાર પ્રદર્શનને કારણે, એમઆઈજી ક્રિકેટ ક્લબે, ઇસ્લામ જીમખાનાને 194 રનથી પરાજિત કર્યો હતો. અર્જુને તાજેતરમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમીને, મુંબઈની વરિષ્ઠ ટીમમાં પદાર્પણ કર્યું હતુ. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top