भारत

Blog single photo

ઓએનજીસીના અપહરણ કરાયેલા ત્રણ કર્મચારીઓમાંથી, બે નાગાલેંડ ના મોન જિલ્લામાંથી મળી આવ્યા

24/04/2021

ચરાઈદેવ (આસામ), નવી દિલ્હી, 24 એપ્રિલ ( હિ.સ.) ગઈકાલે રાત્રે ઓએનજીસીના ત્રણ અપહરણ કરેલા કર્મચારીઓમાંથી, બેને નાગાલેન્ડના મોન જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. અપહરણ કરાયેલા ત્રીજા વ્યક્તિને શોધી કાઢવા માટે, સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે. આ કામગીરી આર્મી અને આસામ રાઇફલ જવાનો દ્વારા, સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળોએ સ્થળ પરથી, એકે -47 રાયફલ પણ મળી આવી છે. ચરાઈદેવના પોલીસ અધિક્ષકે જણાવ્યુ છે કે, 'આ સર્ચ ઓપરેશન હજી ચાલુ છે. ટૂંક સમયમાં ત્રીજા કર્મચારીને પણ શોધી લેવામાં આવશે.'

અપહૃત વ્યક્તિઓ માં મોહિની મોહન ગોગોઈ (35, જુનિયર ટેક્નિશ્યન, ઉત્પાદન , ડિબ્રુગઢ ) રિતુલ સૈકિયા ( 33, જુનિયર ટેક્નિશ્યન, ઉત્પાદન, જોરહાટ) અને અલકેશ  સૈકિયા ( 28, જુનિયર ઇજનેરી મદદનીશ, ઉત્પાદન, જોરહાટ) શામિલ છે.  

નોંધનીય છે કે, શિવસાગર જિલ્લાના લકુઆમાં ઓએનજીએસની જી.જી.એસ. 08 સાઇટ પરથી, 21 એપ્રિલની વહેલી સવારે, ત્રણ કર્મચારીઓને સંદિગ્ધ એવા પાંચ ઉલ્ફા-સભ્ય (સ્વાધીન) ઉગ્રવાદીઓ એ અપહરણ કરી લીધા હતા. પોલીસ સૂત્રોએ દાવો કર્યો છે કે,' એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય કર્મચારીઓનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. ઉગ્રવાદી ઓ આ ત્રણેને લઈને, ચરાઈદેવ જિલ્લા માથી થતા નાગાલેન્ડના મોન જિલ્લામાં પ્રવેશ્યા હતા. આ માહિતીના આધારે સેના, આસામ રાઇફલ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સર્ચ ઓપરેશનમાં રોકાયેલા હતા.'

આસામના વિશેષ ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) જી.પી.સિંહ,  21 એપ્રિલની સવારે શિવસાગર પહોંચ્યા, અને કેસની તપાસમાં જોડાયા ગયા હતા. આ અપહરણના મામલામાં પોલીસે ચલાવેલા અભિયાન નેતૃત્વ કરતા, તેઓ એ હજી પણ આ વિસ્તારમાં છાવણી નાખેલી છે.

તે જ સમયે, પોલીસે યુલ્ફા (સ્વ) ના 14 લિન્કમેન અને સમર્થકોની ધરપકડ કરી છે. જે આ સમયગાળા દરમિયાન પ્રતિબંધિત સંસ્થાને, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મદદ કરી રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ / માધવી 


 
Top