खेल

Blog single photo

અમદાવાદ ટેસ્ટ: બીજા દિવસે લંચ સુધી ભારતે 80 રનમાં 4 વિકેટ ગુમાવી ...

05/03/2021

અમદાવાદ, નવી દિલ્હી, 05 માર્ચ ( હિ.સ.) અહીં રમાતી ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે, લંચ સુધી ભારતે, ફક્ત 80 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા 32 રને અણનમ રમી રહ્યો છે. 

ભારતની પહેલી ઇનિંગ શરૂ થઈ, અને જેમ્સ એન્ડરસને  શુભમન ગિલને  એલબીડબલ્યુ કરી પેવેલિયન ભેગો કરી દીધો. ગિલ ખાતુ પણ ખોલી શક્યો નહતો. આ પછી રોહિત અને પૂજારાએ ભારતીય પારીને આગળ વધારી. 40 ના કુલ સ્કોર પર જેક લિચે,  પૂજારાને એલબીડબ્લ્યુ કરતા, ભારતને બીજો ઝટકો લાગ્યો હતો. પૂજારાએ 17 રન બનાવ્યા હતા.

કેપ્ટન કોહલી ફરી એકવાર નિષ્ફળ ગયો અને ખાતુ ખોલાવ્યા વિના બેન સ્ટોક્સનો શિકાર બન્યો. અહીંથી અજિંક્ય રહાણે અને રોહિતે સારી રમત રમવાની શરૂઆત કરી, અને ચોથી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી. 80 ના કુલ સ્કોર પર, રહાણે  27 રન બનાવીને, જેમ્સ એન્ડરસનની સ્લીપ માં બેન એન્ડરસનને કેચ આપી, પેવેલિયન પરત ફર્યો,  અને તેના બાદ તરત લંચ  ની જાહેરાત કરવામાં આવી હતી. 

 ઇંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં 205 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 55 અને ડેનિયલ લોરેન્સ 46 રન બનાવ્યા હતા. આ બંને સિવાય જોની બેયરસ્ટોએ 28 અને ઓલી પોપે 29 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે 4, રવિચંદ્રન અશ્વિને ત્રણ, મોહમ્મદ સિરાજે 2 અને વોશિંગ્ટન સુંદરએ 1 વિકેટ લીધી હતી. 

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top