राज्य

Blog single photo

સુરત : બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી મનજીબાપાએ વેક્સીનનો બીજો ડોઝ લીધો

16/04/2021

સુરત, 16 એપ્રિલ ( હિ.સ.)   દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા વેક્સીનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે, કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા માટે આવશ્યક છે કે દેશના વધુ ને વધુ નાગરિકો કોરોના પ્રતિરોધક વેક્સીન મૂકાવે. ભાવનગર જિલ્લાના બગદાણાના બાપા સીતારામ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી મનજીબાપાએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લઈને લોકોને વેક્સિન મૂકાવવાનો અનુરોધ કર્યો છે.  
મનજીબાપાએ વેક્સીન લઇ સંદેશ આપતા કહ્યું કે, ‘દેશના તેમજ રાજ્યના તમામ નાગરિકોએ વેક્સીન લઇ પોતાની નૈતિક જવાબદારી પાર પાડવી જોઈએ. વેક્સીનથી આપણે માત્ર આપણા પરિવાર જનોને જ નહી પરંતુ આપણા આસપાસના તમામ વ્યક્તિઓને સુરક્ષિત કરીશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશમાં ‘ટીકા ઉત્સવ’ યોજવાની અપીલ કરી લોકોને પ્રોત્સાહન આપી લોકોકરવામાં આવ્યો હતો. 
હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી 


 
Top