राज्य

Blog single photo

ગૌશાળામાં ખોલાયું કોરોના સેન્ટર, આયુર્વેદિક ચિકિત્સા થી સારવાર

09/05/2021

- ગુજરાતની આ ગૌશાળામાં ખોલાયું કોરોના સેન્ટર, દર્દીને ફ્રીમાં આયુર્વેદિક રીતે અપાઈ રહી છે ખાસ ટ્રીટમેન્ટ
- 24 કલાક સુધી ડોક્ટરની દેખરેખમાં અપાય છે ટ્રીટમેન્ટ

બનાસકાંઠા/અમદાવાદ, 9 મે ( હિ.સ ) ગુજરાતમાં ગૌશાળાની અંદર એક કોવિડ કેર સેન્ટર તૈયાર કરાયું છે. ગુજરાત ના બનાસકાંઠા જીલ્લા માં આ સેન્ટરમાં દર્દીની આયુર્વેદિક રીતે સારવાર કરવામાં આવે છે. અહીંની ટ્રીટમેન્ટની ખાસ વાત એ છે કે આ દવાઓ ગાયના દૂધ અને ગૌમૂત્રથી તૈયાર કરાઈ છે. અહીં કોરોનાના દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. તેમનામાં વાયરસના સામાન્ય લક્ષણ છે. આ સેન્ટરને "વેદાલક્ષણ પંચગવ્ય આયુર્વેદિક કોવિડ આઈસોલેશન સેન્ટર"નું નામ અપાયું છે. અહીં 7 દર્દીની સારવાર કરાઈ રહી છે. 

ગૌશાળાના ટ્રસ્ટી મોહન જાધવે કહ્યું કે, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં દર્દીઓને એડમિટ કરવામાં આવે છે. તેઓએ કહ્યું કે, આ સેન્ટરની શરૂઆત 5 મે એ કરાઈ હતી. ડીસાના એક ગામના 7 દર્દીને અહીં એડમિટ કરાયા છે અને 8 આયુર્વેદિક દવાથી દર્દીની સારવાર કરાઈ રહી છે. આ દવાને ગાયના દૂધ, ઘી અને ગૌમૂત્રથી તૈયાર કરાય છે

હિન્દુસ્થાન સમાચાર/ રેશ્મા નિનામા 


 
Top