खेल

Blog single photo

લા લિગા મેચમાં રીઅલ મેડ્રિડે એ સેલ્ટા વિગોને 3-1 થી હાર આપી

21/03/2021

મેડ્રિડ/ નવી દિલ્હી, 21 માર્ચ ( હિ.સ.) સ્પેનિશ ફૂટબોલ લીગ, લા લિગા મેચમાં રીઅલ મેડ્રિડે એ સેલ્ટા વિગોને 3-1 થી હાર આપી  હતી. આ મેચમાં રિયલ મેડ્રિડ માટે, કરીમ બેન્ઝેમાએ, બે ગોલ કર્યા હતા. શનિવારે રાત્રે રમાયેલી આ મેચમાં, ફ્રેન્ચ સ્ટ્રાઈકર બેંઝેમાએ 20 મી અને 30 મી મિનિટમાં ગોલ કર્યા હતા. ઈંજૂરી સમયમાં બેંઝેમા સિવાય, એસેન્સિયો એ ગોલ કર્યો હતો. 

આ સિઝનમાં રીઅલ મેડ્રિડ માટેની, તમામ સ્પર્ધાઓમાં બેન્ઝેમાનો એ આ 23 મો ગોલ કર્યો છે. સેલ્ટા વિગોનો એકમાત્ર ગોલ, 40 મી મિનિટમાં મિના લોરેન્ઝોએ કર્યો. આ જીત બાદ રીઅલ મેડ્રિડની ટીમ, 28 મેચોમાં 68 પોઇન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે, અને હવે તે ટેબલ-ટોપર એટલિટીકો મેડ્રિડથી ત્રણ પોઇન્ટ જ પાછળ છે. રિયલ મેડ્રિડ લા લિગામાં, ઘરની બહારની છેલ્લી 10 મેચોમાં અજેય છે. જોકે ટીમે છેલ્લી ચાર મેચમાંથી, એકમાં  પણ ક્લીન શીટ મેળવી નથી. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / હિતેશ


 
Top