आर्थिक

Blog single photo

સ્વદેશી કારખાનાઓમાં 222 લાખ મેટ્રિક ટન દેશી ખાંડનુ ઉત્પાદન

10/03/2021

નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.) વર્તમાન ખાંડ ની સીઝન  2020-21માં, દેશના ખાંડનુ ઉત્પાદન 310 લાખ મેટ્રિક ટન અને ઘરેલુ વપરાશ 260 લાખ ટન થવાનો અંદાજ છે. 28 ફેબ્રુઆરી સુધી ઘરેલુ સુગર મિલોએ, 222 લાખ મેટ્રિક ટન ખાંડનુ ઉત્પાદન કર્યું છે.

ખાંડના વધારે સ્ટોકનો ઉપયોગ કરવા માટે, ચાલુ ખાંડની સીઝનમાં દરેક ફેક્ટરી માટે 60 લાખ મેટ્રિક ટનનો નિકાસ ક્વોટા નક્કી કરાયો છે. આ સિવાય સરકાર સુગર ફેક્ટરીઓને, બી-હાઇ ગોળ, ખાંડની ચાસણી અને ઇથેનોલના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરી રહી છે.    

સુગર મિલોની સામે વધારે ખાંડની સમસ્યા હલ કરવા માટે, સરકારે વિવિધ કાચા માલમાંથી ઉત્પન્ન થતા ઇથેનોલના પ્રોત્સાહન રૂપે વેતન મૂલ્ય નક્કી કર્યું છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે એ લોકસભામાં આ માહિતી આપી હતી.

 હિન્દુસ્થાન સમાચાર / આદિત્ય બોકારે / માધવી


 
Top