भारत

Blog single photo

દેશ માં આજે ફરી કોરોના સંક્ર્મીતો ની સંખ્યા ત્રણ લાખ ને પાર

23/04/2021

નવી દિલ્હી, 23 એપ્રિલ (હિ.સ.) દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા સવા ત્રણ લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના 3,32,730 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોરોનાના કુલ 1,62,63,695 કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2263 લોકોનાં મોત થયાં. આ સાથે, આ રોગથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 1,86,920 પર પહોંચી ગઈ છે.

શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં 24,28,616 સક્રિય દર્દીઓ છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 1,36,48,159 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે દેશનો પુન: સ્વસ્થ થવાનો દર 83.91 ટકા રહ્યો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં, 17 લાખથી વધુ પરીક્ષણો કરાયા 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 17 લાખ થી વધુ કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. આઇસીએમઆર અનુસાર, 22 એપ્રિલના રોજ 17,40,550 પરીક્ષણો લેવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 27,44,45,653 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / હિતેશ 


 
Top