विदेश

Blog single photo

ભારતીય અમેરિકન સાંસદ જયપાલે ભારત માટે ભંડોળ એકત્રિત કરવા આગ્રહ કર્યો

08/05/2021

 વોશિંગ્ટન/ નવી દિલ્હી, 08 મે ( હિ.સ.) ભારતીય અમેરિકન સાંસદ પ્રમિલા જયપાલે, વિવિધ સંગઠનો અને એનજીઓને ભારત માટે ભંડોળ એકઠું કરવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યુ કે, "ભારત હાલમાં કોરોના  સંક્રમણ ના વધતા જતા કેસોને કારણે, કટોકટીનો સામનો કરી રહ્યુ છે અને તેની મદદ કરવી એ આપણી નૈતિક ફરજ છે." 

શાસક ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ પ્રમિલાએ, મીડિયા કર્મીઓને જણાવ્યુ હતુ કે," એકત્રિત કરેલી રકમનો ઉપયોગ ત્રણ સ્થળોએ કરવામાં આવશે. પ્રથમ વિશ ફાઉન્ડેશન કે જે, કોવિડ કેર સેન્ટર્સ માટે કાર્ય કરે છે. બીજું ગીવ ઇંડિયા જે, આ દરમિયાન ગરીબ લોકો માટે કામ કરે છે, જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા છે. ત્રીજું   એડલગીવ ફાઉન્ડેશન, જે પ્રવાસીઓને ખોરાક અને અન્ય આરોગ્ય સાધનો પૂરા પાડે છે."

પ્રમિલા તાજેતરમાં જ તેના પરિવારને મળવા ભારત આવી હતી. ભારતની મુલાકાત પર પ્રમિલાએ કહ્યુ હતુ કે," તેના માતા-પિતાને કોરોનાથી ચેપ લાગ્યો હતો. બંને 80-90 વર્ષનાં છે અને તેઓએ પ્રથમ ડોઝ લીધો છે. " ભારતની પરિસ્થિતિને ભયાનક ગણાવી તેમણે કહ્યુ કે," અહી હજારો લોકો રોજેરોજ સંક્રમિત થઇ રહ્યા છે. હોસ્પિટલોમાં પથારીની તંગી છે અને લોકો સારવાર મેળવતા પહેલા જ દમ તોડી રહ્યા છે."

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / માધવી 


 
Top