खेल

Blog single photo

ભારતીય સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ, ઇંગ્લેન્ડ ઓપન્સ ની સેમી ફાઈનલ માં પહોંચી

20/03/2021

બર્મિંધમ, નવી દિલ્હી, 20 માર્ચ (હિ.સ.). ભારતની સ્ટાર મહિલા બેડમિંટન ખેલાડી પીવી સિંધુ એ ઓલ ઇંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ કેટેગરીની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

સિંધુ શુક્રવારે (સ્થાનિક સમય) રાત્રે રોમાંચક ક્વાર્ટર ફાઈનલ મેચમાં જાપાનની અકાને યામાગુચી સામે રમી ને રોમાંચક જીત નોંધાવી હતી. સિંધુએ 76 મિનિટની મેચમાં અકાને ને 16-21, 21-16, 21-19 થી હરાવી. સિંધુ પહેલો સેટ હારી ગઈ હતી, પરંતુ તે પછી તેણે શાનદાર વાપસી કરી અને બાકીના બે સેટ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. સિંધુ આજે સાંજે સેમિફાઇનલમાં થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગ સામે ટકરાશે.

આ અગાઉ ભારતીય ખેલાડી લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. 19 વર્ષ જુના ગોલને 55 મિનિટની મેચમાં નેધરલેન્ડ્સના માર્ક કાલજૌવ એ તેને 21-17, 16-21, 21–17 થી હરાવ્યો હતો.

 આ ઉપરાંત અશ્વિની પોનાપ્પા અને એન સિક્કી રેડ્ડીની મહિલા ડબલ્સની જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી, તેને નેધરલેન્ડ્સની સેલેના પાઇક અને ચેરીલ સીનેન સામે સીધી રમતોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય જોડી 39 મિનિટ સુધી ચાલેલી મેચમાં સેલેના અને ચેરીલ એ તેમને 24-22, 21-12 થી હાર આપી હતી.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ /માધવી 


 
Top