मनोरंजन

Blog single photo

14 મી ફેબ્રુઆરીના અભિનેતા પ્રભાસ ના "રાધેશ્યામ" નવી ઝલક .....

08/02/2021

હૈદરાબાદ/નવી દિલ્હી, 08 ફેબ્રુઆરી (હિ.સ.) અભિનેતા પ્રભાસ અને દિગ્દર્શક રાધાકૃષ્ણ કુમારની બહુ ચર્ચિત, બહુ પ્રતીક્ષિત અને બહુભાષીય એવી ફિલ્મ 'રાધેશ્યામ' ની નવી ઝલક રવિવારે 14 ફેબ્રુઆરી, વિશ્વ પ્રેમ દિવસ નિમિત્તે પ્રદર્શિત કરવામાં આવશે. આ સંદર્ભે નિર્માતાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

ગયા વર્ષે બાહુબલી અભિનેતા પ્રભાસના જન્મદિવસ પર 23  ઓક્ટોબરે ચાહકોને ' બીટ્સ ઓફ રાધેશ્યામ ' નામની સંગીતમય ભેટ આપવામાં આવી હતી. પ્રભાસ અને પૂજા હેગડેના પાત્રોની રજૂઆત કરતા પ્રભાસની બહુચર્ચિત, બહુપ્રતીક્ષિત અને બહુભાષીય ફિલ્મ રાધેશ્યામનુ પ્રથમ સંગીતમય ઝલક-મોશન પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યુ હતુ. પહેલી ઝલક, સંગીત અને પ્રભાસ અને પૂજા હેગડેની જોડીને, સોશિયલ મીડિયા પર ભરપુર પ્રતિસાદ મળ્યો હતો. બાહુબલી અભિનેતા પ્રભાસને, સમગ્ર ભારત તેમજ વિશ્વના ખૂણે ખૂણેથી જન્મદિવસની શુભકામનાઓનો જાણે વરસાદ વરસ્યો હતો. 

રાધેશ્યામની લવ સ્ટોરીમાં વિક્રમાદિત્ય તરીકે પ્રભાસ જોવા મળશે. પૂજા હેગડે  આ ફિલ્મમાં ' પ્રેરણા' ની ભૂમિકા નિભાવી રહી છે. આ ફિલ્મનુ શૂટિંગ વૈશ્વિક કોરોના સંકટ દરમિયાન ઇટાલીમાં થયુ હતુ. રાધેશ્યામ ફિલ્મ માટે સંગીત દિગ્દર્શક જસ્ટિન પ્રભાકરની પસંદગી કરવામાં આવી છે.

દિગ્દર્શક રાધાકૃષ્ણ કુમાર અને પ્રભાસની ફિલ્મ ' રાધેશ્યામ ' નુ શીર્ષક અને પ્રથમ ઝલક 10 જુલાઈએ રિલીઝ કરવામાં આવ્યુ હતુ. તે એક લવ સ્ટોરી હશે. નિર્દેશક રાધા કૃષ્ણ કુમારની ફિલ્મમાં પ્રભાસ, પૂજા હેગડે, અભિનેત્રી ભાગ્યશ્રી અને સચિન ખેડેકર પહેલી વાર સાથે જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં ભાષામાં જોવા મળશે.

પૂર્વ કેન્દ્રીય પ્રધાન, વરિષ્ઠ અભિનેતા અને પ્રભાસના કાકા કૃષ્ણમ રાજુની પ્રોડક્શન કંપની ગોપીકૃષ્ણ મૂવીઝ હેઠળ આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવશે. આ ફિલ્મમાં યુવી ક્રિએશન અને ભૂષણ કુમારની ટી-સિરીઝ સંસ્થા અને અનિલ થડાનીની 'એએ' ફિલ્મ્સ પણ છે. આ ફિલ્મમાં કૃષ્ણમ રાજુ અને પ્રભાસ ઘણા વર્ષો પછી, સાથે જોવા મળશે. પ્રભાસ અને  કૃષ્ણમ રાજુ એ બિલ્લા અને રિબેલ માં સાથે  કામ કર્યું છે. 

બાહુબલી અભિનેતા પ્રભાસ, સૈફઅલી ખાન અને દિગ્દર્શક ઓમ રાઉત અભિનીત બહુચર્ચિત, બહુ પ્રતીક્ષિત અને બહુભાષી 'આદિપુરુષ' નુ નિયમિત શૂટિંગ શરૂ થયુ છે. આ માહિતી પ્રભાસે ખુદ, સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. આદિપુરુષ 11 ઓગસ્ટ, 2022 ના રોજ રજૂ થશે. આદિપુરુષની પૂર્વ રચનાનુ કામ ગયા વર્ષે શરૂ થયુ હતુ. આ સિવાય પ્રભાસ પ્રશાંત નીલના સલાર ફિલ્મમાં સાથે શ્રુતિ હસન અને અમિતાભ બચ્ચન અને નાગ અશ્વિન નિર્દેશિત ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. 

હિન્દુસ્થાન  સમાચાર / આદિત્ય બોકારે / માધવી 


 
Top