विदेश

Blog single photo

બ્રિટન માં એસ્ટ્રાજેનેકા રસી દ્વારા લોહી ગંઠાઈ જવાથી સાત લોકો ના મૃત્યુ

04/04/2021

લંડન/નવી દિલ્હી, 04 એપ્રિલ (હિ.સ.). એસ્ટ્રાજેનેકા ની કોવિડ રસી દ્વારા 30 લોકોના લોહી ગંઠાઈ જવાના મામલા બાદ હવે બ્રિટન માં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. યુકે ના ડ્રગ રેગ્યુલેટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

મેડિસિન અને હેલ્થકેર રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) ના ચીફ એક્ઝિક્યુટિવ જૂન રેને જણાવ્યું હતું કે, એસ્ટ્રાજેનેકા રસીથી એક નાનો ખતરો છે. તેથી લોકોએ આ રસી લેવાનું બંધ ન કરવું જોઈએ.

એજન્સીએ કહ્યું કે, આ કેસો 24 માર્ચ સુધીના છે, આ દરમિયાન લોકોને આ રસીના 1.81 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. ફાઈઝર-બાયોનટેક રસી સાથે સંકળાયેલા આવા કોઈ કેસ થયા નથી.

એસ્ટ્રેજેનેકા કોવિડ રસીથી અન્ય દેશોમાં લોહી ગંઠાઈ જવાના કિસ્સા પણ જોવા મળ્યા હતા. જેના કારણે કેટલાક દેશોએ પણ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.

બ્રિટને કહ્યું છે કે, આ રસી બધા વય જૂથો માટે સલામત છે. યુરોપિયન યુનિયનની ડ્રગ રેગ્યુલેટરી એજન્સીએ પણ તેને સલામત ગણાવ્યું છે, જોકે તેના કેટલાક સભ્ય દેશોમાં પ્રતિબંધ મૂકાયા બાદ તે વધુ સલાહ લેવાની તૈયારીમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / અજીત /હિતેશ 


 
Top