राज्य

Blog single photo

એએમટીએસ બસ સેવા બંધ થતા, 1200 ડ્રાઈવર-કંડક્ટરોની કપરી સ્થિતિ

07/05/2021

\-1200થી વધુ ડ્રાઈવર-કંડક્ટરોએ એએમસી પાસે અન્ય કોઈ કામગીરી આપવા માટે માંગ કરી

બનાસકાંઠા, અમદાવાદ, 07 મે (હિ.સ.) અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાતા સરકાર દ્વારા આગામી 12 મે સુધી આશિંક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બીજીતરફ છેલ્લા બે મહિનાથી એએમટીએસ બસ સેવા બંધ કરી દેતા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા ડ્રાઈવર તેમજ કંડક્ટરો બેરોજગાર બન્યા છે. 1200થી વધુ ડ્રાઈવર-કંડક્ટરો એએમસી પાસે અન્ય કોઈ કામગીરી આપવા માટે માંગ કરી છે.

મહામારીને પગલે છેલ્લા 2 મહિનાથી અમદાવાદ કોર્પોરેશનની એએમટીએસ બસ સેવાને બંધ કરી દેવામાં આવી છે. જોકે કાયમી પગાર ધરાવતા કર્મચારીઓને સમયસર પગાર મળે છે, પરંતુ કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા 1200થી વધુ ડ્રાઈવર-કંડક્ટરોની હાલત કપરી બની છે. જેના કારણે તેઓ એએમટીએસ ને કોર્પોરેશનની કોઈ અન્ય કામગીરીમાં કામ આપવાની માંગ કરી છે.જેમ કે ધનવંતરિ હોસ્પિટલમાં સ્ટાફની કમી, હેલ્થ સેન્ટર પર સ્ટાફની કમી તેમજ 108 એમ્બ્યુલન્સ સેવામાં પણ કેટલાક કામકાજ માટે વર્કર્સની જરૂર પડે છે. તો જો આ ખાલી જગ્યાઓ પર તેઓને નોકરી આપવામાં આવે તો તેઓ આ કપરી સ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવી શકે છે

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા  / માધવી 


 
Top