राज्य

Blog single photo

અરવલ્લી જિલ્લા પંચાયતના ના સદસ્ય હસમુખભાઈ મોડિયા કોરોના સામે જંગ હાર્યા જિલ્લા માં શોકમગ્ન

08/05/2021

મોડાસા, 08 મે (હિ.સ.) અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણી અને ગુજરાત સરકારના પૂર્વ  લેબર કમિશનર તેમજ ભારતીય જનતા પાર્ટીના આદિવાસી સમાજના મોભી હસમુખભાઈ મોડિયા  સેવાકીય કર્યોમાં ખુબજ આગળ પડતા અને હસમુખ સ્વભાવ ના સૌના દિલ માં સ્થાન મેળવેલી ચાહના ધરાવતા નેતા ગુમાવ્યા. એમની મોટી ખોટ ક્યારેય પણ નહીં પુરાય તેમને અમદાવાદ યુ એન મહેતા માં કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમના મોત થી જિલ્લા ભાજપ ના અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ,  ઉપાધ્યાય દિપક પટેલ ,શામલભાઈ પટેલ, કનુભાઈ આર પટેલ, નરેન્દ્રભાઇ પટેલ,પ્રભુદાસભાઈ પટેલ, અતુલભાઈ ભ્રમભટ, શૈલેષભાઇ ભોઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ ,ધારાસભ્યો- અનિલભાઈ જોશીયારા, જશુભાઈ પટેલ,રાજેન્દ્ર ઠાકોર, પત્રકાર મહેન્દ્રપ્રસાદ, શૈલેષભાઇ પંડ્યા ,અતુલભાઈ પરમાર સહિત ના ઓએ દુઃખ વ્યકત કરી શ્રધાંજલિ આપી હતી

અરવલ્લી જિલ્લા પંચાયતના ભિલોડાના નોદોજ જિલ્લા પંચાયતના સીટના ભાજપના સદશ્ય હસમુખભાઈ મોડિયાનું અમદાવાદ ની યુ.એન મહેતા હોસ્પિટલમાં કોરોનાની સરવાર બાદ નિધન થતા અરવલ્લી જિલ્લાએ વધુ એક પ્રતિભાશાળી આગેવાન ગુમાવ્યો.સમગ્ર જિલ્લા પંથકમાં ઘેરા શોક ની લાગણી પ્રસરી.
હિન્દુસ્તાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ 


 
Top