विदेश

Blog single photo

ભારત અને પાકિસ્તાન વચ્ચે ની સીધી વાતચીત ને, અમેરિકાનુ સમર્થન : નેડ પ્રાઈઝ

07/04/2021

વોશિંગ્ટન / નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.) યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇઝે મંગળવારે કહ્યું કે, 'તેમનો દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ગંભીર મુદ્દાઓ પર, બંને વચ્ચે સીધી વાતચીતને સમર્થન આપે છે.'

જોકે, ભારતના ચીની આયાત પર પ્રતિબંધ મૂકવાના પાકિસ્તાનના નિર્ણય અંગે, યુએસ વિદેશ વિભાગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇઝે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે,' હું ખાસ કરીને આ વિશે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી.' તેમણે કહ્યું કે, 'અમે ગંભીર મુદ્દાઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે, સીધા સંવાદને સમર્થન આપીએ છીએ.'

 પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ પુનરોચ્ચાર કર્યો છે કે, 'જ્યાં સુધી ભારત સરકાર, કાશ્મીરમાં કલમ 370 ને પુનર્સ્થાપિત નહીં કરે, ત્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય રહેશે નહીં.'

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / પ્રભાત ઓઝા / હિતેશ 


 
Top