मनोरंजन

Blog single photo

બંગાળ ભાજપ ફિલ્મી સ્ટાર્સથી સજ્જ, અભિનેત્રી પાયલે સભ્યપદ લીધુ

25/02/2021

કોલકાતા, નવી દિલ્હી,  25 ફેબ્રુઆરી (હિ.સ)    પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પૂર્વે, ભારતીય જનતા પાર્ટીની પશ્ચિમ બંગાળ એકમ, ફિલ્મ સ્ટાર્સથી ધમધમવા લાગી છે. અભિનેત્રી પાયલ સરકારે, ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગઈ છે. પ્રદેશ પ્રમુખ ઘોષે તેમને ભાજપનો ઝંડો પકડાવ્યો હતો. આ પ્રસંગે પાયલે કહ્યુ કે, 'તે બંગાળના વિકાસ અને જનસેવા માટે ભાજપમાં આવી છે.'

નોંધનીય છે કે, અભિનેત્રી એ એવા સમયે ભારતીય જનતા પાર્ટીનુ સભ્યપદ લીધુ છે, જ્યારે ભાજપ દ્વારા સોનાર બંગાળ અભિયાન શરૂ કરાયુ છે. આ અભિયાન અંતર્ગત, બંગાળની સુધારણા માટે રાજ્યભરના બે કરોડ લોકો પાસેથી સૂચનો માંગવામાં આવી રહ્યા છે. 

કોલકાતામાં જન્મેલી પાયલ સરકાર, એક ભારતીય અભિનેત્રી છે. જેણે ડઝનેક બંગાળી ફિલ્મો અને હિન્દી ટીવી જગતામાં કામ કર્યું છે. તે ઘણી વેબસીરીઝમાં પણ જોવા મળી છે. રાજ્ય ભાજપના સૂત્રોએ જણાવ્યુ છે કે, 'ચૂંટણી પ્રચાર દરમિયાન, અભિનેત્રી પાયલ સરકાર પાર્ટીની સ્ટાર પ્રચારક હશે.'

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / માધવી 


 
Top