राज्य

Blog single photo

સુરત : એલએન્ડટીએ કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ્સને 24 વેન્ટિલેટર્સ દાન કર્યાં

09/05/2021

સુરત, અમદાવાદ,  9 મે ( હિ.સ.)  દક્ષિણ ગુજરાતમાં તબીબી ઉપકરણોની અછતને તાત્કાલિક દૂર કરવાના પ્રયાસરૂપે એલએન્ડટીએ 24 વેન્ટિલેટર્સની પ્રાપ્તિ કરીને સપ્લાય કર્યાં છે. વેન્ટિલેટર સપોર્ટની જરૂર ધરાવતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારાને જોતાં એલએન્ડટીએ દક્ષિણ ગુજરાતમાં સ્મિમેર, સિવિલ અને અન્ય કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ્સને હાઇ-એન્ડ વેન્ટિલેટર્સ પૂરા પાડ્યાં છે.આ જરૂરી તબીબી ઉપકરણો સાંસદ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલને સોંપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગેએમ થેન્નારસન (સીઇઓ, સીએસઆર ઓથોરિટી, ગાંધીનગર),  બચ્છાનિધિ પાની (કમીશનર-એસએમસી), ડો. ધવલ પટેલ (ડીએમ અને કલેક્ટર–સુરત) અને આર્દ્રા અગ્રવાલ (ડીએમ અને કલેક્ટર–નવસારી), સંદિપ દેસાઇ (જિલ્લા બીજેપી અધ્યક્ષ),  ઝંખનાબેન પટેલ (એમએલએ-ચોર્યાસી), મૂકેશ પટેલ (એમએલએ-ઓલપાડ) અને અતિક દેસાઇ (વીપી સીએઓ, એલએન્ડટી-હજીરા) ઉપસ્થિત રહ્યાં હતા.

 તબીબી માળખા અને ક્ષમતામાં તાત્કાલિક વધારો કરવા માટે  એમ થેન્નારસને એલએન્ડટીને કોવિડ-19 સમર્પિત હોસ્પિટલ્સને હાઇ-એન્ડ વેન્ટિલેટર્સ પૂરા પાડવા વિનંતી કરી હતી. ગુજરાતમાં કોવિડ-19ની વિનાશક બીજી લહેર સામેની લડાઇમાં મદદરૂપ બનવાના ભાગરૂપે એલએન્ડટી મેનેજમેન્ટે એબીઆઇપીએપી સાથે સ્ટેન્ડ અને એસેસરિઝ સહિતના એલાઇડ મેડિટેક 1700 વેન્ટિલેટર્સના 24 યુનિટ્સ ડિલિવર કર્યાં છે. વધુમાં એલએન્ડટીએ વિવિધ પંચાયતોમાં માસ્કનું પણ વિતરણ કર્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં એલએન્ડટીએ જાહેર કર્યું હતું કે, તે ટૂંક સમયમાં તીવ્ર અછત ધરાવતા ભારતના વિવિધ હોસ્પિટલ્સમાં 22 ઓક્સિજન જનરેટર્સની ડિલિવરી શરૂ કરશે.

હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી 



 
Top