विदेश

Blog single photo

ભારત સહિત પાંચ દેશોમાંથી આયર્લેન્ડ આવનારાઓ માટે, 14 દિવસની અલગતા ફરજિયાત ...

01/05/2021

ડબલિન, નવી દિલ્હી,  01 મે ( હિ.સ.) આયર્લેન્ડ સરકારે ભારત સહિત પાંચ દેશોને તેની સૂચીમાં શામેલ કર્યા છે. જેઓને  આયર્લેન્ડમાં પ્રવેશ્યા પછી 14 દિવસ માટે, સંસર્ગમાં રહેવુ પડશે. આ નિયમ મંગળવારથી લાગુ થશે. આ દેશોમાં ભારત સિવાય ઈરાન, મંગોલિયા, કોસ્ટારિકા અને જ્યોર્જિયા શામેલ છે. 

શુક્રવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહ્યુ છે કે, " અમુક દેશોમાંથી આવતા લોકોને ફરજિયાત અલગતામાં રહેવુ પડે તેમ છે. આ પ્રતિબંધ તે મુસાફરોને લાગુ થશે, જે છેલ્લા 14 દિવસમાં આમાંથી કોઈપણ દેશમાં રહ્યા છે.'

નોંધનીય છે કે, ભારતમાં કોરોના ચેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ચેપના 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. 

હિન્દુસ્થાન સમાચાર / સુપ્રભા સક્સેના / માધવી 


 
Top