राज्य

Blog single photo

માંગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપતા સિનિયર ડૉક્ટરોની હડતાળ સમેટાઈ

07/05/2021

- રાજ્ય સરકારે બે જ દિવસમાં માંગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપતાં સિનિયર ડૉક્ટરોની હડતાળ સમેટાઈ
-મુખ્યમંત્રીની સૂચનાથી ગૃહ રાજ્યમંત્રીએ આરોગ્ય, FD, GAD ના અધિકારી અને GMTA ના પ્રતીક મેમ્બર્સ સાથે ચર્ચાઓ કરી

અમદાવાદ ,07 મે (હિ.સ.) સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ, સરકાર સામે બાયો ચઢાવીને વર્ષ 2008થી બાકી રહેલી બઢતી અંગે ત્વરિત નિર્ણય લેવાય, તેવી માંગણી કરીને પોતાની અલગ અલગ 15 માંગણીઓના  મામલે સરકાર ને આવેદન પત્ર આપ્યા હતા. પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં નહીં ભરાતા, તબીબોએ ગઈ કાલે ગુરુવારે ઘરણાં યોજ્યા હતા અને આંદોલનની ચીમકી આપી હતી. તેમને આ આંદોલનમાં જુનિયર ડોક્ટરોએ પણ ટેકો આપ્યો હતો. ત્યારે હવે સરકાર તરફથી તેમને બે દિવસમાં ઉકેલ લાવવાની ખાતરી અપાતા, હડતાળ પાછી ખેંચવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મુખ્યમંત્રી રૂપાણી ભાઈની સૂચનાથી, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આરોગ્ય, FD, GAD ના અધિકારી અને GMTA ના પ્રતીક મેમ્બર્સ વચ્ચે, રચનાત્મક વાતચીત થઈ હતી. મંત્રી જાડેજાએ, કોરોનાના દર્દીઓના હિતમાં હાલના GMTA ના પ્રતિક ઉપવાસ અને આંદોલન સ્થગિત કરવાની અપીલ કરતા, ડોક્ટરોએ તેમના પર વિશ્વાસ બતાવી આંદોલન સ્થગિત કર્યું છે. ગૃહરાજ્ય મંત્રી જાડેજાએ મુખ્યમંત્રી સાથે મિટિંગ કરી, બે દિવસમાં પોઝિટિવ ઉકેલ આવશે તેવી ખાતરી આપતા, આંદોલન સમેટી લેવામાં આવ્યુ છે.


હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી  


 
Top