खेल

Blog single photo

ઇંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર ક્રિસ ટ્રેમલેટે, ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ની ફિટનેસ ની પ્રશંસા કરી

11/03/2021

નવી દિલ્હી, 11 માર્ચ ( હિ.સ.) ઇંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર ક્રિસ ટ્રેમલેટે,  ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર માટે તેની ફિટનેસ ની પ્રશંસા કરી છે. ટ્રેમલેટ એ રાયપુરમાં રમાઈ રહેલી રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં, ઇંગ્લેંડની લિજેન્ડની ટીમનો ભાગ છે, જ્યારે સચિન ભારત લિજેન્ડ્સની ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યો છે. 

ટ્રેમલેટે ટ્વિટર પર ફોટો પોસ્ટ કરીને, 47 વર્ષિય સચિનની ફિટનેસની પ્રશંસા કરી છે. ટ્રેમેલેટે ફોટો સાથેની કેપ્સ માં લખ્યું કે, "જો હું આ ઉંમરે પણ સચિનની જેમ ફીટ રહીશ તો ખુશી થશે." 

આ પછી સચિને પણ રમૂજી રીતે ટ્વીટ કર્યું હતુ કે,' ટ્રેમલેટ જેવુ શરીર બનાવવા માટે, તેને કેટલા ઇંડા ખાવા પડશે !"

તેણે લખ્યું, "ટ્રેમલેટ જેવા બનવા માટે, મારે કેટલી ઓમેલેટ ખાવી પડશે ?'  
આપને જણાવી દઇએ કે, 39 વર્ષીય ટ્રેમલેટે ઇંગ્લેન્ડ માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ, 2013 માં રમી હતી. તે જ વર્ષે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની પણ જાહેરાત કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી 12 ટેસ્ટ મેચ રમનાર, ટ્રેમલેટ હવે એક કલાપ્રેમી બોડીબિલ્ડર અને વેઇટ લિફ્ટર બની ગયો છે. 

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / હિતેશ


 
Top