खेल

Blog single photo

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, આગામી જુન મહિના માં ઇંગ્લેન્ડ ના પ્રવાસ પર જશે

13/04/2021

નવી દિલ્હી, 13 એપ્રિલ (હિ.સ.). ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, આ વર્ષે જૂનમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ એક ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે અને ત્રણ ટી -20 મેચની શ્રેણી રમશે. 2014 પછી આ પહેલી વાર હશે જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કોઈ ટેસ્ટ મેચ રમાશે.

ભારતીય ટીમે 2014 માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમ્યા બાદ આજ સુધી બીજી કોઈ ટેસ્ટ મેચ રમી નથી.

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત એક ટેસ્ટ મેચ થી કરશે, જે બ્રિસ્ટોલમાં 16 થી 19 જૂન સુધી રમાશે. આ પછી, પ્રથમ વન-ડે મેચ 27 મી જૂને, બીજી વન-ડે 30 મી જૂને અને ત્રીજી વન-ડે 3 જી જુલાઈએ રમાશે.

વન-ડે સિરીઝ બાદ બંને ટીમો 9 થી 15 જુલાઇ સુધીમાં ત્રણ મેચ ની ટી -20 શ્રેણી રમશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું કે, અમે આગામી સીરીઝ માટે ઉત્સાહિત છીએ અને ભારતને આવકારવા માટે ઉત્સુક છીએ.

 હિન્દુસ્થાન સમાચાર / સુનીલ /હિતેશ 


 
Top