मनोरंजन

Blog single photo

સીતેર ના દાયકા ની પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી શશીકલા નું નિધન

04/04/2021

મુંબઈ/ નવી દિલ્હી, 04 એપ્રિલ ( હિ.સ.) હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી શશીકલા નુ, રવિવારે બપોરે 12 વાગ્યે કોલાબામાં અવસાન થયુ હતુ. સિત્તેરના દાયકામાં પોતાના સુંદર અભિનય થી શ્રોતાઓના હૃદયને હચમચાવી દેનાર શશીકલા ( શશીકલા જાવલકર) નો જન્મ 4 ઓગસ્ટ 1932 માં સોલાપુરના મરાઠી પરિવારમાં થયો હતો. તેણે લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું હતુ. હાલમાં  તેઓ લાંબા સમયથી સિનેમાની દુનિયાથી દૂર હતા.
 
શશીકલાનુ  જીવન ઘણા ઉતાર-ચડાવથી ભરેલુ હતુ. તેણે હિરોઇનની સાથે વિલનની ભૂમિકામાં, પોતાની અલગ ઓળખ બનાવી હતી. એવુ કહેવામાં આવે છે કે, અભિનયની દુનિયામાં પ્રવેશ કરતા પહેલા, તે  લોકોના ઘરોમાં કામ કરવા જવાનુ  કામ કરતી હતી. ખૂબ જ જહેમત બાદ, તેને સિલ્વર સ્ક્રીન પર હાથ અજમાવવાની તક મળી હતી.

તેમની પ્રથમ ફિલ્મ ઝીનત (1945) હતી, જે નૂરજહાંના પતિ શૌકત રિઝવી દ્વારા બનાવવામાં આવી હતી. આમાં તેને 25 રૂપિયા મહેનતાણા ના રૂપે ચૂકવવામાં આવ્યા હતા. આ પછી, તેણે પાછળ વળી કદી જોયુ નહીં. તેણે અભિનેતા કે એલ સહગલના સંબંધી, ઓમ પ્રકાશ સહગલ સાથે લગ્ન કર્યા હતા. તેઓએ  થોડો સારો સમય સાથે પસાર કર્યો હતો. આ દરમિયાન, શશીકલાએ બે પુત્રીને જન્મ આપ્યો. થોડા સમય પછી, પતિ-પત્નીના રસ્તા અલગ થઈ ગયા.
 
શશીકલા એ 'તીન બત્તી ચાર રસ્તા', 'હમજોલી', 'સરગમ', 'ચોરી ચોરી', 'નીલકમલ' અને 'અનુપમા' જેવી હિટ ફિલ્મો આપી છે.  તે લોકપ્રિય સિરિયલ 'સોનપરી' માં ફ્રુટ્ટીની દાદીની ભૂમિકામાં પણ જોવા મળી હતી. આ સિવાય તે ટીવી શો 'જીના ઇસી કા નામ હૈ' માં પણ જોવા મળી હતી. 2007 માં તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમને શાંતારામ એવોર્ડ માં લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યો છે.

તેમને 'ડાકુ', 'રાસ્તા' અને 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મોમાં તેમના શાનદાર અભિનય માટે પણ યાદ કરવામાં આવે છે. તે પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર અને સલમાન ખાનની 'મુઝસે શાદી કરોગી' ફિલ્મનો ભાગ પણ  રહી ચૂકી છે. તેની અન્ય કેટલીક ફિલ્મોમાં આઈ મિલન કી બેલા, ગમરા, સુજાતા અને આરતી શામેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / હિતેશ


 
Top