खेल

Blog single photo

રુદ્રપુર માં રાષ્ટ્રીય ફેન્સીંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા ની શરૂઆત થઇ

15/03/2021

રુદ્રપુર, નવી દિલ્હી, 15 માર્ચ (હિ.સ.)    રુદ્રપુર ની દિલ્હી પબ્લિક સ્કૂલમાં સોમવારે રાષ્ટ્રીય ફેન્સીંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા ની શરૂઆત થઇ હતી. ઓલિમ્પિક એસોસિએશનના સેક્રેટરી રાજીવ મહેતા, ધારાસભ્ય રાજકુમાર ઠુકરાલ, જિલ્લા કલેકટર રંજના રાજગુરુ અને દિલ્હી પબ્લિક સ્કૂલ રૂદ્રપુરના ચેરમેન સુરજીતસિંહ ગ્રોવરએ દીપ પ્રગટાવી ચેમ્પિયનશિપનું ઉદઘાટન કર્યું હતું.

રાજીવ મહેતાએ દિલ્હી પબ્લિક સ્કૂલ રૂદ્રપુરને ફેન્સીંગ ચેમ્પિયનનું જિલ્લા કક્ષાનું કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. આનાથી બાળકોને રોજગારની તકો મળશે. આ ચેમ્પિયનશીપમાં 32 રાજ્યોની 28 ટીમો ભાગ લઈ રહી છે. જુનિયર વિભાગ માટે 15 માર્ચથી 17 માર્ચ અને સિનિયર વર્ગ માટે 19 માર્ચથી 21 માર્ચ સુધી રાષ્ટ્રીય ફેન્સીંગ સ્પર્ધા યોજાશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજય આહુજા / મુકુંદ /માધવી 


 
Top